Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

યુનાઇટેડ કિંગ્ડમની 45 વર્ષીય આ મહિલાએ બનાવી અનોખી ડિઝાઇન: કામ બન્યું આકર્ષણનું કેન્દ્ર

નવી દિલ્હી: યુનાઈટેડ કિંગ્ડમની 45 વર્ષીય બેકેહ સ્ટોનફોક્સની કળા સૌનું આકર્ષણનું કેન્દ્ર બની છે. બેકેહ કાગળના નાના-નાના ટુકડાઓનો ઉપયોગ કરી કોઈનો પણ ચહેરો બનાવી શકે છે. જોકે આ પોટ્રેટ આર્ટ તે ઘણા લાંબા સમયથી કરી રહી છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં તે ઘણી ફેમસ બની છે. બેકેહના આર્ટ કલેક્શનમાં કાલ્પનિક હ્યુમન કેરેક્ટરથી લઈને પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમના આર્ટને જોઈને લાગે કે હમણા આ કલાકૃતિઓ જીવંત થઈને બોલી ઉઠશે. રંગીન કાગળથી બનેલા તેમના પોટ્રેટ આર્ટની ખાસિયત એ છે કે તે દિવસમાં સૂર્ય પ્રકાશ પ્રમાણે, પોતાનો રંગ બદલે છે.

(6:22 pm IST)