Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે ૧૯ કિલો

ચીનમાં એક મહિલાને ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જયારે અચાનક તેનું પેટ ફૂલી જવા લાગ્યું. મહિલાને રહસ્યમય રીતે પેટ ફૂલવાને કારણે તે મહિલાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ત્રીનું પેટ અનિયંત્રિત રીતે ફૂલે છે અને એક વિશાળ બલૂન જેવું લાગવા માંડ્યું છે. શરીરના કુલ વજનના લગભગ ૩૬% છે પેટનો વજન ચીનની હુઆંગ ગોકિસયન આ દિવસોમાં પોતાના પેટ ફૂલવાની સમસ્યાથી ખૂબ જ ચિંતિત છે. હુઆંગ બે બાળકોની માતા છે, જેનું વજન ૧૨૧ પાઉન્ડ છે, તેના એકલા પેટનું વજન જ ૪૪ પાઉન્ડ એટલે કે ૧૯ કિલો જેટલું છે. જે શરીરના કુલ વજનના લગભગ ૩૬% છે. હુઆંગ કહે છે કે લગભગ બે વર્ષ પહેલા તેનું પેટ ફૂલવાની શરૂઆત થઈ હતી. તે કહે છે કે શરૂઆતમાં તે તેને સામાન્ય સ્થૂળતા માનતી હતી. પરંતુ હવે તે તેની મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.

હુઆંગના કહેવા પ્રમાણે જયારે તેણીને પેટમાં દુખાવો થવા લાગ્યો અને તે ડોકટરને બતાવવા માટે ગઈ હતી. ત્યારે પ્રારંભિક સારવારથી તેને કોઈ ફાયદો મળ્યો નહોતો. પરંતુ સતત તેનું પેટ ફૂલવાનું ચાલુ રહ્યું હતું. હુઆંગ કહે છે કે નિષ્ણાતને બતાવ્યા પછી તે વિચારે છે કે તે સ્વસ્થ થઈ શકે છે અને ઝડપથી આ રોગથી મુકિત મેળવી શકે છે. હુઆંગ કહે છે કે તેને આ માટે ૪,૩૨૦ ડોલરની જરૂર છે. બીજી તરફ કુટુંબની નબળી પરિસ્થિતિને કારણે તેણે સોશિયલ મીડિયા પર મદદ માંગી છે. જો કે, ડોકટરોએ હ્યુઆંગને કહ્યું કે તે કેટલીય બીમારીઓ જેવી કે લીવર સિરોસિસ, ઓવરી- અંડાશયના કેન્સર, ટ્યૂમર, પેટ અને છાતીમાં પ્રવાહીના અસામાન્ય ભરાવો જેવી અનેક બીમારીઓનો ભોગ બનવું પડ્યું હતું. કોઈ પણ ડોકટર તેનું પેટ કેમ ભરેલું છે તે શોધી શકયું ન હતું.

(10:07 am IST)