Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

પ્રશાંત મહાસાગરીય દ્વીપ ફિજીમાં શક્તિશાળી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પ્રશાંત મહાસાગરીય દ્વીપ દેશ ફિજીમાં શનિવારના રોજ શક્તિશાળી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર 23.35 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.0 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર લેવુકા સહીથી 340 કિલોમીટર દૂર તથા તેનાથી 398 કિલોમીટરની ઊંડાઈમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:47 pm IST)