Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સીરિયામાં ભૂકંપના કાટમાળ નીચે દબાયેલ માસુમ બાળકીની વેદના સાંભળી લોકોની આંખમાં આવી ગયા આંસુ

નવી દિલ્હી: તુર્કી અને સીરીયામાં ગત સોમવારે આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોના  મોત થયા છે તો કેટલાય લોકો ઘાયલ થયા છે. અત્યારે પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જ્યા જોવો ત્યા કાટમાળ દેખાઈ રહ્યો છે. હાલમાં પણ સતત એક પછી એક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તો બીજી તરફ બચાવ કામગીરી પણ ચાલી રહી છે. આ બધા વચ્ચે આજે એક અવી તસ્વીર સામે આવી છે જેના કારણે આપણુ હ્રદય કંપી ઉઠશે. સીરીયામાં આવેલ અતિશક્તિશાળી ભૂકંપ બાદ ભગવાનનો ચમત્કાર જોવા મળ્યો છે. કે 36 કલાક પછી પણ એક ભાઈ-બહેન કાટમાળ નીચેથી જીવતાં મળી આવ્યા હતા. જેને બચાવટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ સીરીયાના હરમ શહેર પાસે બેસનયા નામનું નાનું ગામ આવેલુ છે. અહીં ભૂકંપથી ભારે તબાહી મચી હતી. જ્યારે રેસક્યુ ટીમ બચાવ કામગીરી માટે આ ગામમાં પહોચી તો ભૂકંપના 36 કલાક પછી એક બાળકી અને તેનો ભાઈ કાટમાળ નીચે જીવતો જોવા મળતા ટીમ ચોકી ઉઠી હતી. પરંતુ જ્યારે આ માસુમ બાળકીએ આ રેસક્યુ ટીમને જોઈને વેદનાભર્યા અવાજે  કહ્યું મને અહીથી બહાર કાઢો, તમે જે કહેશો તે કરીશ, જીંદગીભર તમારી ગુલામી કરીશ. ત્યારે બચાવ કર્મચારીઓની આંખો ભરાઈ આવી હતી. અને તાત્કાલિક આ બાળકી અને તેના ભાઈને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકીએ કહ્યુ કે ભૂકંપ આવ્યો ત્યારે તે તેના ભાઈ સાથે બેડ પર સુતી હતી

(7:08 pm IST)