Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જાપાનના ટોક્યો નજીક 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં ટોક્યોના દક્ષિણ-પૂર્વમાં 600 મિલની દુરી પર ઓગાસવારા દ્વીપસમૂહ નજીક ચીચીજીમાં દ્વીપમાં શનિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.2ની આંકવામાં આવી છે. જાપાનની મોસમ વિજ્ઞાન એજન્સીએ આ વાતની જાણકારી આપી છે. વધુમાં મળેલ માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. ભૂકંપના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની સુનામીની ચેતવણી આપવામાં આવી નથી.

(5:17 pm IST)