Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લંડનના આ કેફેને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કેફે જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: લંડનના સ્ટાઇલિસ્ટ હોટેલ લાઉન્જ કનોટને વિશ્વના સૌથી શ્રેષ્ઠ બાર તરીકે નવાજવામાં આવ્યો છે. કનોટે ન્યુયોર્કના પ્રથમ ક્રમાંકના બાર દાંતેને પછાડી દીધો હતો. જોકે મોટી વિડંબના તે છે કે કનોટ વિશ્વનો શ્રેષ્ઠ બાર બનવાની ઉજવણી નહિ કરી શકે કેમ કે કોરોનાને કારણે લંડનમાં 1 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

સિંગાપોરમાં એક વર્ચ્યુઅલ સમારોહમાં વિજેતાઓની ઓનલાઇન જાહેરાત કરવામાં આવી હતી. કેમ કે કોરોના વાયરસને કારણે સિંગાપોરમાં જાહેર સમારોહ પર રોક લગાવવામાં આવી છે. ટોચના 20 બારમાંથી મોટાભાગના બારનું સ્થાન ઉલટફેર થયું છે. આ યાદીમાં વિશ્વના 23 બારનો સમાવેશ થાય છે જેમાં 11 નવા બારને પ્રવેશ મળ્યો છે. આ અગાઉ યાદીમાં રહેલા 50થી 100 નંબરના શ્રેષ્ઠ બાર જાહેર કરવામાં આવ્યા હતા.

(5:14 pm IST)