Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ફ્રાંસની રાજધાની પેરિસમાં સાઉદીની એક રાણીના ઘરને નિશાન બનાવી તસ્કરોએ મોટો હાથ ફેરો કર્યો

નવી દિલ્હી: ફ્રાન્સની રાજધાની પેરિસમાં રહેતી સાઉદીની એક રાણીના ઘરમાં એક તસ્કરે મોટો હાથફેરો કર્યો હતો, તસ્કરોએ 4.75 કરોડ રૂપિયાના દાગીના અને મોંઘી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. 47 વર્ષીય સાઉદીની રાણી ઓગષ્ટથી પોતાના એપાર્ટમેન્ટમાં નહોતી. જયારે તે પરત ફરી ત્યારે જોયું કે તેનું કીંમતી ઝવેરાત, ઘડિયાળો અને કેટલીક બેગો ગુમ થઈ ગઈ હતી. જેની કિંમત 4 કરોડ 75 લાખની માનવામાં આવે છે. આ ચોરીથી આઘાત પામેલી રાનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હજુ આ મામલે તેણે પોલીસમાં ફરિયાદ નથી કરી. રાનીનું ઘર પેરિસના હાઈફોર્સ એરિયા એવન્યુ જયોર્જ 5 માં છે.

(5:14 pm IST)