Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમેરિકાનો વિચિત્ર કેસ

પિતાએ પોર્ન કલેકશન નષ્ટ કરી દેતા પુત્રએ ૬૦ લાખનું વળતર માંગ્યું!

પુત્રએ ફરિયાદ દાખલ કરતા દાવો કર્યો છે કે પિતાએ પોર્ન ફિલ્મોનું જે કલેકશન નષ્ટ કરી નાખ્યું છે તેની કિંમત ૨૦ લાખ રૂપિયા છે

ન્યૂયોક,તા. ૭:અમેરિકામાં ખૂબ જ વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક પુત્રએ સગા પિતા પાસે ૬૦ લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. કારણ એવું છે કે પિતાએ તેનું એડલ્ટ ફિલ્મનું કલેકશન નષ્ટ કરી દીધું હતું. આ ઘટના અમેરિકાના મિશિગન રાજયની છે. અહીં એક પુત્રએ ખૂબ મોટી સંખ્યામાં એડલ્ટ ફિલ્મોનું કલેકશન પોતાની પાસે રાખ્યું હતું. જોકે, પિતાએ આ એડલ્ટ ફિલ્મનું કલેકશન નષ્ટ કરી નાખ્યું હતું. જે બાદમાં પુત્રએ પોતાના પિતા સામે જ કેસ ફાઇલ કરીને ૮૬ હજાર ડાઙ્ખલર એટલે કે ૬૦ લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. ચાર્લી નામનો આ યુવક પોતાની પત્ની સાથે છૂટાછેટા લીધા બાદ ગ્રેન્ડ હેવેન સ્થિત પોતાના માતાપિતાના ઘરે રહેવા માટે આવ્યો હતો. તે પોતાના માતાપિતાના ઘરમાં ૧૦ મહિના સુધી રોકાયો હતો. આ દરમિયાન ઘરમાં કામ ચાલી રહ્યું હોવાથી તેણે ત્યાંથી જવું પડ્યું હતું.

ચાર્લી આ દરમિયાન ઇન્ડિયાના ચાલ્યો ગયો હતો. જે બાદમાં ચાર્લીના માતાપિતા ઇન્ડિયાના ગયા હતા અને ચાર્લીને તેનો સામાન પરત આપ્યો હતો. જે બાદમાં માતાપિતા પરત આવી ગયા હતા. પરિવારે ચાર્લીના ૧૨ બોકસ આપ્યા ન હતા, જેમાં તેણે એડલ્ટ ફિલ્મોનું કલેકશન રાખ્યું હતું. ચાર્લીએ છેલ્લા અનેક વર્ષોથી આ ફિલ્મો એકઠી કરી રાખી હતી. ચાર્લીએ જયારે આ અંગે પૂછ્યું ત્યારે તેના પિતાએ કહ્યું કે તેમણે ફિલ્મોનું કલેકશન નષ્ટ કરી નાખ્યું છે. જે બાદમાં ચાર્લીએ પોલીસ કેસ દાખલ કર્યો હતો. સાથે દાવો કર્યો હતો કે આ કલેકશનની કિંમત આશરે ૨૦ લાખ રૂપિયા છે. જે બાદમાં ચાર્લીએ પોતાના પિતા પાસેથી ૬૦ લાખ રૂપિયાનું વળતર માંગ્યા હતું.

ચાર્લીના માતાપિતાએ જણાવ્યું કે તેમણે ૧૨ બોકસ ભરીને એડલ્ટ ફિલ્મોનું કલેકશન અને બે બોકસમાં રહેલા સેકસ ટોયઝને નષ્ટ કરી નાખ્યા હતા. ચાર્લીએ પિતાને કરેલા ઇમેઇલમાં લખ્યું હતું કે જો તમને મારા કલેકશનથી કોઈ પરેશાની હોય તો તમારે મારી સાથે વાત કરવી જોઈએ, તેને નષ્ટ કરી દેવાની જરૂર ન હતી.

આ અંગે ચાર્લીના પિતાએ જણાવ્યું કે, કલેકશન નષ્ટ કરવા પાછળ એક ખાસ કારણ હતું. દીકરના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરતા તેમણે આવું કર્યું હતું. પિતાના કહેવા પ્રમાણે પોર્ન ફિલ્મ જોવાની આદતને કારણે જ તેને સ્કૂલ અને કોલેજમાંથી પોર્ન સામગ્રી વેચવાના આરોપમાં કાઢી મૂકવામાં આવ્યો હતો.

(10:43 am IST)