Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આ છે પૃથ્વી પરનો સૌથી અસાધારણ જીવ:શરીરના નાશ પામેલ અંગ જાતે જ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે

નવી દિલ્હી: મેકસિકોમાં એકસોલોટલ નામનો એક જીવ મુત્યુ પામીને પણ જીવતો થાય છે. મેકસિકન એકસોલોટલ નામનો આ જીવ મેકસિકોના સરોવરમાં જોવા મળે છે. તે પાણી ઉપરાંત જમીન ઉપર પણ રહી શકે છે. ગરોળી જેવો દેખાતો આ જીવ પોતાના અંગો કપાઇ જાય ત્યારે નવા ઉગાડવાની અસાધારણશકિત ધરાવે છે. મેકસિકોમાં એકસોલોટલ નામનો એક જીવ મુત્યુ પામીને પણ જીવતો થાય છે. મેકસિકન એકસોલોટલ નામનો આ જીવ મેકસિકોના સરોવરમાં જોવા મળે છે. તે પાણી ઉપરાંત જમીન ઉપર પણ રહી શકે છે. ગરોળી જેવો દેખાતો આ જીવ પોતાના અંગો કપાઇ જાય ત્યારે નવા ઉગાડવાની અસાધારણશકિત ધરાવે છે.  નવાઇની વાત તો એ છે કે પોતાની બગડેલી રેટિનાને પણ સુધારી શકે છે. આ જીવ સરળતાની પ્રજનનશકિત ધરાવે છે. છેલ્લા ૧૫0 વર્ષથી  આ જીવને પ્રયોગશાળામાં પ્રયોગ માટે પસંદ કરવામાં આવે છે. તેની અસાધારણ જૈવિક ક્રિયા અંગે વૈજ્ઞાનિકો વર્ષોથી સંશોધન કરી રહયા છે. થોડાક વર્ષો પહેલા વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે એકસોલોટલનું એક રહસ્ય એવું પણ ખોલ્યું હતું કે આ જીવમાં માણસ કરતા પણ મોટો જીન સમૂહ(જીનોમ) જોવા મળે છે. 

(4:48 pm IST)