Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દક્ષિણ મેક્સિકોમાં ડ્રગ ગેંગે કરેલ ગોળીબારીમાં 20 લોકોના મૃત્યુની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ મેક્સિકોમાં ડ્રગ ગેંગે ગોળીબાર કરીને ૨૦ લોકોને મોતને ઘૈાટ ઉતારી દીધા છે. મૃતકોમાં મેયર અને તેમના પિતા પણ સામેલ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પોતાને તેકિલેરોસ ગેંગના સભ્યો તરીકેની ઓળખ આપતા શખ્સોએ ગુરેઓ રાજ્યમાં બનેલી ગોળીબારની ઘટનાની જવાબદારી લીધી છે. રાજ્યની સુરક્ષા કાઉન્સિલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ ટાઉન હોલને નિશાન બનાવ્યું હતું. જેમાં મેયર તેમના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં હતાં.સ્ટેટ એટર્ની જનરલ સેંડ્રા લુઝ વાલ્ડોવિનસે બુધવારે મોડી રાતે મિલેનિયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે સૈન મિગુએલ તોતોલાપન શહેરમાં બંદૂકધારીઓના હુમલામાં ૨૦ લોકોનાં મોત થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે મૃતકોમાં મેયર કોનરાડો મેંડોઝા અને શહેરના પૂર્વ મેયર તથા તેમના પિતા પણ સામેલ છે. ઘટના સ્થળેથી પ્રાપ્ત ફોટામાં સિટી હોલ અને જગ્યાએ જગ્યા ગોળીના નિશાન જોવા મળી રહ્યાં છે.મેક્સિકોમાં એવા સમયે અધિકારીઓ પર હુમલા કરવામાં આવી રહ્યાં છે જ્યારે પ્રમુખ એન્ડ્રેસ મેન્યુએલ લોપેઝ  ઓબ્રેડોરની સુરક્ષા રણનીતિ પર કડક ટિપ્પણી કરવામાં આવી રહી છે. 

(4:47 pm IST)