Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

૧ આઇસક્રીમ કોન પર ૧૨૫ સ્કૂપ્સ

લંડન,તા. ૭: દમિત્રી પેન્સિએરા નામના ઈટાલિયને તાજેતરમાં એક આઈસક્રીમ કોન પર ૧૨૫ સ્કૂપ સેટ કરવાનું કારનામું કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ૨૦૧૩માં તેણે જ આ રેકોર્ડ બનાવેલો જેમાં એક કોન પર ૮૫ સ્કૂપ્સ મૂકયા હતા. જોકે એ પછી આશ્રિત ફ્મન નામના ભાઈએ એક કોન પર ૧૨૩ સ્કૂપ મૂકીને તેમનો રેકોર્ડ છીનવી લીધો હતો. દમિત્રીએ ફરીથી એ માઇલસ્ટોનથી આગળ નીકળી જઈને ફરીથી પોતાના નામે એ રેકોર્ડ કર્યો છે.

(10:20 am IST)