Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી ફેફસા સહીત હદય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે

નવી દિલ્હી: કોરોના મહામારીથી સમગ્ર દુનિયા ત્રાહિમામ પોકારી ગઇ છે. એક રિપોર્ટ અનુસાર, કોરોનાથી સંક્રમિત લોકોમા લાંબા સમય સુધી ફેફસા અને હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી રહી છે. જો કે થોડી રાહતની વાત તો એ છે કે આ સમસ્યાઓથી ધીમે-ધીમે તમારા શરીરની સિસ્ટમ લડતી રહે છે અને સ્મસ્યાઓ ઓછી થતી જાય છે.

           યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી ઇન્ટરનેશનલ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ બાબતે થયેલા સંશોધનના પરિણામો આવી રહ્યા છે. જેમા કહેવામા આવ્યુ છે કે, કોરોનાના કારણે શરીરને મળેલી બીમારીઓ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જેની પાછળ કારણ છે કે માનવ શરીરની એક ઈમ્યુનિટી સિસ્ટમ છે, જે ફેફસા અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓને ધીમે-ધીમે સાજી કરે છે.

(5:55 pm IST)