Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમેરિકામાં કોરોનાના કેસ એક લાખથી વધી ગયા હોવાનો આંકડો સામે આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં રોજ કોરોના વાયરસના એવરેજ એક લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જે શિયાળામાં ચરમસીમા પર પહોંચેલા કેસોથી વધારે છે. એ દેખાડે છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ કેટલી ઝડપથી આખા દેશમાં ફેલાયો છે. દેશમાં જૂનના અંતમાં જ રોજ એવરેજ 11 હજાર કેસ સામે આવી રહ્યા હતા. હવે આ સંખ્યા 1,07,143 થઈ ગઈ છે. અમેરિકાને એક લાખ એવરેજ કેસોનો આંકડો પાર કરવામાં લગભગ 9 મહિના લાગ્યા છે. જાન્યુઆરીની શરૂઆત સુધીમાં કેસ લગભગ 2 લાખ 50 હજાર પર પહોંચી ગયા હતા.

70 ટકાથી વધારે વયસ્ક વસ્તીના વેક્સીનેશન છતા કેસ વધ્યા છે. આ વાયરસ એ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમણે વેક્સીન લીધી નથી. દક્ષિણ અમેરિકામાં ફ્લોરિડા, લુસિયાના અને મિસીસિપ્પીમાં હૉસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના ડિરેક્ટર રોચલે વાલેન્સ્કીએ આ અઠવાડિયે CNNને કહ્યું હતું કે અમારા મોડલ દેખાડે છે કે જો અમે લોકો વેક્સીન ન લગાવતા તો એક દિવસમાં સેકડો હજાર સુધી કેસ સામે આવી શકતો હતો જે જાન્યુઆરીમાં ચરમસીમા પર પહોંચેલા કેસો બરાબર છે.

(5:22 pm IST)