Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમેરિકામાં ચાર્જ કરવા મુકેલ કારમાં આગ ભભુકતા ઘર બળીને ખાખ

નવી દિલ્હી: અમેરિકામાં રહેતા એક દંપતિએ દાવો કર્યો છે કે મશહૂર ઇલેકટ્રિક કાર ટેસ્લાના મોડલ એસ ને તેમણે રાત્રે ચાર્જ કરવા માટે મુકી હતી. આ કારમાં ચાર્જ થતા થતા આગ લાગી ગઇ હતી અને આ આગ બાજુમાં પડેલી અન્ય ટેસ્લા કારમાં પણ ફરી વળી હતી. આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને તેમાં તેમનું આખું ઘર પણ સળગી ગયું હતું.

વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં જણાવ્યા મુજબ, યોગી અને કેરોલિન વિંડમ કેલિર્ફોનિયાના સેન રેમોનમાં રહે છે. આમ તો આ ઘટના ગયા વર્ષે 30 ડિસેમ્બરના દિવસે બની હતી, પણ ઘટનાના 8 મહિના પછી પણ દંપતિ પોતાના ઘરે પાછા ફરી શક્યા નથી. વિંડમ કપલના કહેવા મુજબ તેમને આ ઘટનાને કારણે 1 મિલિયન ડોલર ( અંદાજે 7.5 કરોડ રૂપિયા)થી વધારેનું નુકશાન થયું છે.

વિડંમ કપલે ધ પોસ્ટ સાથેની વાતચીતમમાં કહ્યું હતું કે કારમાં એલાર્મ હોવાને કારણે અમે સવારે 5-37 વાગ્યે ઉઠી ગયા હતો. અમે જોયું કે આખા ઘરમાં ધુમાડો ફેલાઇ રહ્યો છે. અમે આ જોઇને એકદમ ગભરાઇ ગયા હતા. જો અમે એ રાત્રે અમારા ઘરના ઉપરના ભાગમાં સુઇ ગયા હતે તો કદાચ જીવતા જ ન હોત.

(5:21 pm IST)