Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારમાં થયેલ હુમલામાં મ્રુતકઆંક વધીને 385 એ પહોંચ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિવિધ હિસ્સા પર કબ્જો જમાવવા માટે તાલિબાન આતંકીઓ અને અફઘાન સેના વચ્ચે લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. દરમિયાન અફઘાન સેનાએ છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મોટી કાર્યવાહી કરીને 385 તાલિબાની આતંકીઓને ઢાળી દીધા છે.અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડતાની સાથે જ દેશમાં ભડકી ઉઠેલી હિંસા વચ્ચે તાલિબાનોએ દેશના ઘણા વિસ્તારો પર કબ્જો જમાવ્યો છે. દેશના મોટા શહેરો પર કબ્જો જમાવવા માટે તાલિબાની આતંકીઓ અને અફઘાન સેના વચ્ચે જંગ ચાલી રહ્યો છે.અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વિવિધ જગ્યાએ 385 તાલિબાની આતંકીઓના મોત થયા છે અને બીજા 210 ઘાટલ થયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાન સેના તાલિબાનોને પાછા ધકેલવા માટે એર સ્ટ્રાઈકનો સહારો પણ લઈ રહી છે અને વિશેષ કમાન્ડો યુનિટને પણ હવે જંગમાં ઉતારવામાં આવ્યા છે.

 

(5:19 pm IST)