Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમેરિકામાં બે મહિનાની અંદર એક લાખ ગ્રીન કાર્ડ બરબાદ થવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં રોજગાર આધારિત આશરે એક લાખ ગ્રીન કાર્ડ પર બે મહિનાની અંદર બરબાદ થવાનો ખતરો છે. આ કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ વર્ગમાં ભારે નારાજગી છે. ગ્રીન કાર્ડ બરબાદ થવાને કારણે આઈટી પ્રોફેશનલ્સનો કાયદેસર સ્થાયી નિવાસનો ઈન્તેજાર હવે દાયકાઓ માટે વધી ગયો છે. સત્તાવાર રીતે સ્થાયી નિવાસી કાર્ડ તરીકે ઓળખાતો ગ્રીન કાર્ડ ઈમિગ્રન્ટ્સને પૂરાવા તરીકે જારી કરાયેલ એક દસ્તાવેજ છે જે હેઠળ કાર્ડ હોલ્ડરને અમેરિકામાં કાયમી નિવાસી તરીકેની સુવિધા અપાઈ છે.

ભારતીય પ્રોફેશનલ્સ સંદીપ પવાર અનુસાર ચાલુ વર્ષે ઈમિગ્રન્ટ્સ માટે રોજગાર આધારિત ક્વૉટા 2 લાખ 61 હજાર 500 છે જે 1 લાખ 40 હજારના સામાન્ય પ્રકારના ક્વૉટાથી વધારે છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યથી કાયદા હેઠળ જો આ વિઝા 30 સપ્ટેમ્બર સુધી જારી નહીં કરવામાં આવે તો તે હંમેશા માટે ખતમ થઈ જશે.

(5:18 pm IST)