Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સૌથી તીખા સોસ કરતાં પ૦૦ ગણો વધુ તીખો સૌથી ખતરનાક આઇસક્રીમ

લંડન તા. ૭: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આવેલી એક કેફેમાં રેસ્પિરો ડેલ ડિવોલો એટલેકે ડેવિલ્સ બ્રેધ નામનો તીખાં તમતમતાં મરચાંથી આઇસક્રીમ બનાવવામાં આવ્યો છે. મૂળે એની રેસિપી ઇટાલિયન સ્ટાઇલની છે. એની ખાસિયત એ છે કે એ આઇસક્રીમ હોવા છતાં મીઠો નહીં, પરંતુ તીખો તમતમતો છે. એની રેસિપી ખૂબ સીક્રેટ રાખવામાં આવી છે. આ રેસિપીનો ઉપયોગ લોકોની બહાદુરીની પરીક્ષા કરવા માટે વપરાય છે અને ગ્લાસગોના આઇસક્રીમ પાર્લરમાં એ વેચાય છે. ગ્લાસગોના પાર્લરનું કહેવું છે કે આ આઇસક્રીમ ટ્રીટને બહોળો રિસ્પોન્સ મળ્યો છે. આ આસક્રીમ મૂળે ઇટલીની શોધ છે અને ત્યાં ડેવિલ્સ બ્રિજ નામના આઇસક્રીમ પાર્લરમાં એ વેચાય છે. અહીં પરિવારો વર્ષે એકાદ વાર મળે છે અને આખું વર્ષ કેવું રહ્યું એની ચર્ચા કરે છે. જો આ ચર્ચામાં કોઇ વધુ પડતી બહાદુરી દાખવે તો તેને આ આઇસક્રીમ ખાઇને બહાદુરી સાબિત કરવાનું કહેવામાં આવે છે. અલબત્ત, આ એટલો તીખો છે કે એને ચાખવાનું પણ ખૂબ ડેન્જરસ છે. તીખાશની બાબતમાં એનો સ્કોર ૧.પ મિલ્યન પોઇન્ટનો છે, જે બ્રિટનના સૌથી તીખા ટબેસ્કો સોસ કરતાં પ૦૦ ગણો વધુ છે.

(3:46 pm IST)