Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વર્ષમાં એક વખત જ ન્હાતી હતી પત્ની, કંટાળીને પતિએ આપ્યા છૂટાછેડા!

પત્નીની અસ્વચ્છતા કારણે મુશ્કેલી

લંડન તા. ૭ : એક પતિ પોતાની પત્નીની અસ્વચ્છતા ભરેલી આદતથી એટલો કંટાળી ગયો હતો કે આખરે તેણે છુટાછેડા માટે કોર્ટમાં અરજી કરી દીધી. કોર્ટે અરજી મંજૂર પણ કરી લીધી.

આ ઘટના તાઈવાનની છે. લિન નામની આ મહિલા વર્ષમાં માત્ર એક વખત જ નાહતી હતી. કયારે કયારેક કોઈ પ્રસંગે વાળ ધોતી અને દાંતમાં બ્રશ કરતી હતી.

પત્નીની આ ગંદકી ભરેલી આદતોને કારણે દંપતી વચ્ચે યૌન સંબંધ પણ વર્ષમાં એક વખત જ બનતા હતા. જેના કારણે તેઓ એક દશકથી સંતાન ઉત્પન્ન કરવાથી વંચિત રહી ગયા.

(10:25 am IST)