Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઉત્તર કોરિયાએ દરિયા તરફ વધુ એક મિસાઈલ છોડી હોવાની માહિતી

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ ગુરૂવારે દરિયા તરફ વધુ એક મિસાઈલ છોડી છે. યોનહાપ ન્યુઝ એજન્સીએ દક્ષિણ કોરિયાઈના સેનાના હવાલેથી લખ્યું છે કે ઉત્તર કોરિયાએ દરિયા તરફ એક બેલિસ્ટિક મિસાઈલ લૉન્ચ કરી છે. નૉર્થ કોરિયાએ તેના બે દિવસ પહેલા જાપાનની ઉપરથી મધ્યમ દૂરીની મિસાઈલ છોડી હતી. આ લૉન્ચ બે સપ્તાહથી પણ ઓછા સમયમાં ઉત્તર તરફથી હથિયારોની ફાયરિંગનો છઠ્ઠો રાઉન્ડ હતો. એક એજન્સીના રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયાના જૉઈન્ટ ચીફ ઑફ સ્ટાફે કહ્યું કે લૉન્ચ ગુરૂવારે સવારે કરવામાં આવ્યું હતું. પણ તેમણે એ નથી જણાવ્યું કે હથિયાર કેટલુ દૂર ઉડ્યું હતું કે ક્યાં જઈને પડ્યું છે. નૉર્થ કોરિયા દ્વારા પાંચ વર્ષમાં પહેલીવાર જાપાનની ઉપરથી મધ્યમ દૂરીની મિસાઈલ છોડાયાના બે દિવસ બાદ આ લૉન્ચિગ કરવામાં આવ્યું છે. વિદેશી એક્સપર્ટે કહ્યું કે મંગળવારે છોડવામાં આવેલી મિસાઈલમાં એક મધ્યમ દૂરીનું હથિયાર સામેલ હતું જે અમેરિકી પ્રશાંત ક્ષેત્ર ગુઆમ અને તેનાથી આગળ સુધી પહોંચવામાં સક્ષમ હતું.

(6:13 pm IST)