Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

એક મહિલાને પોતાના ઘરના બિલની કિંમત જાણીને ઉડી ગયા હોશ

નવી દિલ્હી: એક મહિલાના ઘરનું એક દિવસનું જ વીજળી બિલ 1,2 હજાર કે 2 લાખ નહી પરંતુ 37 લાખ રૂપિયા આવ્યું છે. સ્માર્ટ મીટર દ્વારા જ્યારે મહિલાને આટલી મોટી રકમ ભરવાનો વારો આવ્યો છે તો તેને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો. 25 વર્ષની ચોલ માઈલ્સ પ્રાયર વેસ્ટ સસેક્સ(બ્રિટન)ની રહેવાસી છે. તે પોતાની પુત્રી સાથે રહે છે. જોકે આ મામલે વીજળી કંપનીએ સ્પષ્ટતા કરી છે. રિપોર્ટ મુજબ, વીજળીનું બિલ ઓછું આવે તે માટે તે ખૂબ જ સાવધાની રાખી રહી હતી. તેના પગલે તેનું વીજળીનું બીલ માત્ર 160 રૂપિયાની આસપાસ આવતું હતું. પરંતૂ તેમના ઈલેક્ટ્રિસિટીના સ્માર્ટ મીટરનું એક દિવસનું રીડિંગ 37 લાખ રૂપિયા આવ્યું છે. બ્રિટનની વીજળી કંપની ઓવો એનર્જીએ એ વાતનો સ્વીકાર્ય કર્યો છે કે, મહિલાના કેસમાં મીટરની ભૂલ છે. કંપનીએ કહ્યું કે એવું જે પણ કસ્ટમર્સ સાથે થયું છે, તેમને જાણ કરવામાં આવી છે. આટલા લાખ રૂપિયા બીલને લઇને ચોલેએ કહ્યું કે, અમે  દિવસે પણ બધી લાઈટો ચાલુ રાખતા નથી. આખી રાત લાઈટ બંધ કરીને જ સૂઈએ છીએ. જ્યારે આ ઘટનાના થોડા કલાકો સુધી તો તે કઈ સમજી જ ન શકી કે તેની સાથે શું થઈ રહ્યું છે.

 

(6:10 pm IST)