Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સાઉદી અરેબિયા સહીત તુર્કી હવે આવી શકે છે એકબીજાની સામસામે

નવી દિલ્હી  : મુસ્લિમ દેશોમાં બે મોટી તાકાત ગણાતા દેશો સાઉદી અરેબિયા (Saudi Arabia) અને તુ્કી (Trukey) હવે એક બીજાની સામે જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચે સંબંધ સારા નથી અને બંને મધ્ય પૂર્વમાં પોતાનું એકચક્રી શાસન ઈચ્છે છે. પરંતુ હવે બંને દેશો તરફથી આવી રહેલા નિવેદનો તેના કૂટનીતિક સંબંધોને નવી દિશામાં લઈ જઈ શકે છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અદોર્આનના એક નિવેદન બાદ સાઉદી અરેબિયાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે તુર્કીનો દરેક રીતે બહિષ્કાર કરવાની અપીલ કરી છે. કાઉન્સિલ ઓફ સાઉદી ચેમ્બર્સના ચેરમેન અઝલાન અલ અઝલાને ટ્વીટ કરી છે કે "દરેક સાઉદી નાગરિક પછી ભલે તે વેપારી હોય કે ગ્રાહક, તેની જવાબદારી છે કે તે તુર્કીનો દરેક રીતે બહિષ્કાર કરે. ભલે તે આયાતના સ્તરે હોય, રોકાણ કે પછી પર્યટનના સ્તર પર હોય. બધુ આપણા નેતા, આપણા દેશ અને આપણા નાગરિકો વિરુદ્ધ તુર્કી સરકારના સતત વિરોધના જવાબમાં છે."

(5:25 pm IST)