Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પગના ફોટો પણ કમાણી કરાવી આવે એવું સાંભળ્યું છે? આ મહિલાને દર મહિને ૧ લાખ ૭૦ હજાર રૂપિયાથી વધુની આવક

લંડન, તા.૬ : આજકાલ ઘણા લોકો ઇન્ટરનેટ પર ફૂડ બ્લોગર્સ, શિક્ષકો, જિમ એકસપર્ટ, રમકડાંના સમીક્ષક બનીને પૈસા કમાઇ રહ્યા છે. કોરોના વાયરસને કારણે લોકો હવે પહેલા કરતા સોશ્યલ મીડિયા પર વધુ નિર્ભર રહેવા લાગ્યા છે. તેના લીધે ઇન્ટરનેટનો ઉપયોગ પણ વધ્યો છે અને આ પરિવર્તન વિશ્વભરના સામગ્રી નિર્માતાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. જયોર્જિયાએ પણ ઇન્ટરનેટને આવા પૈસા બનાવવા માટેનું એક હથિયાર બનાવ્યું હતું અને તે સોશિયલ મીડિયા પર ફકત તેના પગના ફોટોસ શેર કરીને જ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

૨૩ વર્ષીય જયોર્જિયા માટે, સોશિયલ મીડિયા હવે પૈસા કમાવવાનો એક માર્ગ બની ચૂકયો છે. તે એક મોડેલ અને એક રિસેપ્શનિસ્ટ છે. રિપોર્ટ અનુસાર, જયોર્જિયા સોશિયલ મીડિયા દ્વારા પૈસા કમાવવાના માર્ગો પર વિચારો કરી રહી હતી. અને આ દરમિયાન તેણે પોતાના પગના ફોટા શેર કરીને તેનાથી પૈસા કમાવવાનો વિચાર આવ્યો હતો.

મોડેલે જૂન મહિનામાં એક પેજ બનાવ્યું હતું, જેના પર અત્યારે ૪૫,૦૦૦દ્મક વધુ લોકો તેને ફોલો કરી રહ્યા છે. મોડેલે પોતાના આ એકાઉન્ટ પર પોતાના પગના ફોટા વેચીને દર અઠવાડિયે દ્બ ૪૬૦ (રૂ. ૪૩,૦૦૦) કમાય છે. તેની માસિક આવક એક લાખ ૭૦ હજાર રૂપિયાથી વધુ છે.

જયોર્જિયાએ તેની નવી નોકરી વિશે કહ્યું, મેં નક્કી કર્યું કે આ મારા માટે એક મનોરંજન સાથે શોખનો વિષય અને સાથે સાથે આવકનું સાધન બની રહેશે. મને એવી પણ આશા હતી કે આનાથી મને કેટલીક આવક થશે. તેણે કહ્યું, ઙ્કહું હંમેશાં એક મોડેલ બનવા ઈચ્છતી હતી. પરંતુ પોતાને ત્યાંથી બહાર નીકાળવાથી ડરતી હતી. મેં નગ્ન અથવા અશ્લીલ સામગ્રીને બદલે માત્ર મારા પગના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કર્યું. અને લોકો તેને પસંદ કરવા લાગ્યા. જેના લીધે મને પૈસા મળવા લાગ્યા.

(3:25 pm IST)