Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

યુરોપિયન દેશોમાં ફરીથી કોરોનાનો કહેર જોવા મળ્યો

નવી દિલ્હી: વિશ્વમાં ફરીથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. યુરોપિયન દેશોમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં આવેલા કોરોનાના કેસોએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. મંગળવારે ઇટાલીમાં 132,274 કેસ નોંધાયા હતા. જ્યારે 94 લોકોના મોત થયા છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરી પછી પ્રથમ વખત કેસ 100,000 ને વટાવી ગયો છે. ઇટાલી વિશ્વનો 8મો દેશ છે જ્યાં કોરોનાના કારણે સૌથી વધુ મોત થયા છે. હાલમાં વિશ્વમાં કોરોનાના લગભગ બે કરોડ એક્ટિવ કેસ છેકોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાં ફરીથી મ્યુટેશન થયું છે અને તેનું નવું સબ વેરિઅન્ટનોં ખુલાસો થયો છે. BA.5 વેરિઅન્ટે પોર્ટુગલ સહિત કેટલાક દેશોમાં તબાહી મચાવી છે. અહીં, એક ઇઝરાયેલના વૈજ્ઞાનિકે ટ્વિટર પર દાવો કર્યો છે કે ભારતમાં ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ BA.2.75 મળી આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત ઉપરાંત 7 વધુ દેશોમાં BA.2.75ના કેસ નોંધાયા છે.

(5:36 pm IST)