Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં ભારે હિમસ્ખલનથી 14 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં ભારે હિમસ્ખલન થતાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ જણ ઘવાયા હતા. ગુરૂવારે રધિસ્તાન જિલ્લાના જરાંદબ ગામમાં ભૂસ્ખલન થયું હતું.

તાલિબાનોના આધિપત્યવાળા આ વિસ્તારમાં દુર્ઘટનામાં ફસાયેલા લોકોને મદદ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હિમસ્ખલનની આ કંઇ પ્રથમ પ્રાકૃતિક હોનારત નથી. અગાઉ પણ દેશમાં થયેલા ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ, 4-6 ફેબુ્રઆરી, 2017 દરમિયાન અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે વસેલા ગામડાઓમાં ત્રણ દિવસ સુધી ભારે બરફવર્ષા થયા બાદ શ્રેણીબધ્ધ હિમસ્ખલનની ઘટનાઓ થઇ હતી, જેમાં 114 લોકો માર્યા ગયા હતા. આ પૈકી 100 જણ અફઘાનિસ્તાનના હતા આ 100 જણમાંથી 50 નાગરિકો એક જ ગામના હતા. આ દુર્ઘટનાને પગલે મધ્ય અને ઇશાન પ્રાંતોમાં સેંકડો મકાનો ધરાશાયી થઇ ગયા હતા. એ અગાઉ 2015 માં દેશના પંજશીર પ્રાંતમાં થયેલા હિમ સ્ખલનમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા.

(5:34 pm IST)