Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નાસાના રોવરે લાલગ્રહ પર ચહલ-પહલ કરી શરૂ:શોધી રહ્યું છે પ્રાચીન જીવનના નિશાન

નવી દિલ્હી: જીવનની શોધમાં મંગલ ગ્રહ પર ઉતરેલી અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રોવરે લાલગ્રહ પર ચહલ-પહલ પણ શરૂ કરી દીધી છે. રોવરે પોતાની પહેલી ડ્રાઈવ 4 માર્ચે કરી અને આ દરમિયાન તેણે 6.5 મીટરનો રસ્તો પણ કાપ્યો હતો. આ ડ્રાઈવ રોવરનો પહેલો મોબિલિટી ટેસ્ટ હતો. ટીમના સભ્ય રોવરની દરેક સિસ્ટમ-સબ સિસ્ટમ અને ઈન્સ્ટ્રુમેન્ટને ચકાસી રહ્યા છે. જ્યારે રોવર વૈજ્ઞાનિક અખતરા કરવા લાગ્યું તો તે 200 મીટર સુધી ચાલ્યા કરશે. મંગલના જેઝ્રો ક્રેટરમાં ઉતરેલું રોવર અહીં પ્રાચીન જીવનના નિશાનને શોધશે. આશા સેવાઈ રહી છે કે મંગલ પર જો ક્યારેય જીવન રહ્યું હશે તો ત્યાં તેન નિશાન મળી શકશે.પોતાની પહેલી ટ્રીપ દરમિયાન રોવર અંદાજે 33 મિનિટ સુધી ફરતું રહેશે. પહેલાં તે 4 મીટર આગળ આવી ગયું હતું. આ પછી જમણી બાજુ વળ્યું અને પછી 2.5 મીટર આગળ ગયું હતું. નાસાના જેટ પ્રોપલ્શન લેબના રોવર મોબિલિટી ટેસ્ટ એન્જિનિયરે જણાવ્યું કે ટાયર ચલાવવા અને રોવરને વાળવાની પહેલી તક મળી હતી. 6 ચક્રીના રોવરની ડ્રાઈવ બહુ જ સારી રહી હતી. હવે ડ્રાઈવ સિસ્ટમને લઈને વિશ્ર્વાસ પેદા થઈ ગયો છે અને આગલા બે વર્ષમાં વિજ્ઞાન જ્યાં લઈ જશે ત્યાં જવા માટે તૈયાર છે. આ ટેસ્ટની તસવીરો પણ જોવામાં ઘણી રોચક છે અને તે મંગલ પર માણસના પગલાંના નિશાનની કહાની વર્ણવી રહી છે.આ પહેલાં રોવરના સોફટવેરને અપડેટ કરવામાં આવ્યો હતો જેમાં લેન્ડીંગ માટે લાગેલા સોફ્ટવેરને હટાવીને મંગલ પર અળતરામાં કામ આવનારા સોફ્ટવેરને ઈન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના રડાર ઈમેજર ફોર માર્સ સબસર્ફેસ એક્સપેરિમેન્ટ અને માર્સ ઈન-સીટૂ રિસોર્સ યુટિલાઈઝેશન એક્સપેરિમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટને પણ ચેક કરવામાં આવ્યું હતું.

(5:33 pm IST)