News of Tuesday, 6th March 2018

૧૨ વર્ષમાં ૧૦ હજારથી વધુ પુરૂષો સાથે માણ્યું સેકસ, હવે પુસ્તકમાં લખ્યા અનુભવો

સેકસ નહીં પ્રેમની ઝંખના સાથે આવે છે લોકો

ન્યૂયોર્ક તા. ૬ : ૧૨ વર્ષ સુધી પ્રોફેશનલ પ્રોસ્ટિટ્યૂટ તરીકે કામ કરી ચૂકેલી ૩૯ વર્ષીય ગ્વેન્થ મોન્ટ્રેગ્નરો અત્યાર સુધી ૧૦ હજારથી વધુ પુરુષો સાથે સેકસ માણી ચૂકી છે. હવે ગ્લેન્થે એક પુસ્તક લખ્યું છે જેમાં તેણે એવા ખુલાસા કર્યા છે જે અન્ય કોઈ મહિલા ભાગ્યે જ ખુલીને કહે છે.

 

સેકસ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ભૂતકાળ વિશે ગ્વેન્થે લખ્યું કે, 'આ પ્રકારની સર્વિસ લેનારા લોકો હંમેશાં તમારી સાથે સેકસ કરવા માંગતા નથી.'

ગ્વેન્થ કહે છે કે, મોટાભાગના લોકો ઈચ્છે છે કે, બસ કોઈ મહિલા તેમને પ્રેમ કરે. કોઈ મહિલાને પસંદ હોવાની ચાહત જ મોટાભાગના પુરુષોને અમારી પાસે લઈ આવે છે.

ગ્વેન્થે જણાવ્યું કે, તેની પાસે ઘણા પુરુષો એ માટે પણ આવે છે કેમ કે, તેમની પત્ની - ગર્લફ્રેન્ડ તેમને સંતોષ આપી શકતી નથી.

ગ્વેન્થે એ ખુલાસો પણ કર્યો કે, ભલે તે એક સેકસ વર્કર તરીકે કામ કરે છે પણ જયારે તે કોઈની પાસે જાય છે ત્યારે મોટાભાગનો સમય તે માત્ર પુરુષ સાથે વાત જ કરવાની હોય છે.

ગ્વેન્થે પોતાના અનુભવના આધારે લખેલા આ પુસ્તકમાં કહ્યું છે કે, કોઈપણ પુરુષને ઉત્તેજિત કરવા માટે  સ્ત્રીએ શરીર પરથી કપડાં હટાવવાની જરૂર નથી.

ગ્વેન્થે પોતાના ૧૨ વર્ષના કરિયરની મોટાભાગની રાતો વકીલો, નેતાઓ અને સંગીતકારો બેડ પર પસાર કરી છે. આ અનુભવથી મળેલી જાણકારી શેર કરતા તેણે લખ્યું છે કે, 'જો તમને મોટી ડીલ મળી જાય તો માર્કેટ મોટું છે અને જો ડીલ ન મળે તો પણ માર્કેટ છે જ. હું કયારેય તેની પાછળ ભાગી નથી.'

ગ્વેન્થે કહ્યું કે, જુદા-જુદા પુરુષો જુદા-જુદા પ્રકારની  સ્ત્રીઓને પસંદ કરે છે એટલે કયારેય પરફેકશનના પ્રયાસમાં ન રહો.

ગ્વેન્થે ૨૧ વર્ષની ઉંમરથી સેકસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને હવે તે ૩૯ વર્ષની છે. લાંબો સમય આ કામ સાથે સંકળાયેલી રહ્યાં બાદ તેને એ વાતની ખુશી છે કે, તે આ ઈન્ડસ્ટ્રીનો બીજો પક્ષ પણ જાણે છે. જોકે, ગ્વેન્થનું માનવું છે કે, ૩૦થી ૫૦ વર્ષની મહિલાઓ પણ વેશ્યાવૃત્ત્િ।ના ધંધામાં સફળ છે.(૨૧.૭)

(10:16 am IST)
  • રશિયન કાર્ગો વિમાન સીરિયા માં થયું ક્રેશ : પ્લેમાં રહેલ તમામ 32 યાત્રીઓ સહિત કેબીન ક્રું સ્ટાફ માર્યા ગયા : રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને રશિયન સમાચાર એજન્સીઓએ પુષ્ટી કરી : મંત્રાલયનાં કહેવા પ્રમાણે વિમાન લટાકીયા પ્રાંતમાં રશિયાના હમેયમીમ હવાઇ બૅઝમાં ક્રેશ થઈ ગયું હતું અને પ્રારંભિક માહિતી અનુસાર ક્રેશ કોઈ તકનીકી ખામીને કારણે થયું હોવાનું જાણવા મળે છે. access_time 7:43 pm IST

  • ઇન્દ્રાણી મુખર્જી એ કર્યો દાવો - "હું અને મારા પતી પીટર મુખર્જી, પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ ના કેહવાથી કાર્તીને દિલ્હીની એક હોટલમાં મળ્યા હતા અને ત્યાં કાર્તીએ અમારી પાસે 10 લાખ ડોલરની માંગ કરી હતી, જે તેના કેહવા પ્રમાણે અમારે બે કંપનીઓમાં અડધા-અડધા રોકવાના હતા." access_time 9:28 am IST

  • સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ૩૧ માર્ચથી વધી શકે છે આધાર સાથે લીંક કરવાની સમય મર્યાદા : કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આધાર લીનકઅપ મામલે હજુ થોડો વધારે સમય લાગી શકે તેમ છે. access_time 1:47 am IST