Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઓસ્ટ્રેલિયામાં હિમસ્ખ્લનથી હાહાકાર મચી જવા પામ્યો:8 લોકોને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: આ સપ્તાહના અંતે ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, પોલીસે જે લોકોએ જીવ ગુમાવ્યા તે લોકોના મૃત્યુની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વેકેશનના દિવસોમાં ત્યાંની ફરવા લાયક જગ્યા વિયેનામાં સ્કી રિસોર્ટ ઘણા લોકો જતા હોય છે. રિપોર્ટ અનુસાર, ટાયરોલ અને વોરાર્લબર્ગ ક્ષેત્રના અધિકારીઓએ કહ્યું છે કે પવન અને હિમવર્ષાના કારણે  હિમસ્ખલનનું જોખમ વધારે છે. હિમસ્ખલનના એક દિવસ પછી ભારે બરફથી સાત સ્કીઅર્સના પણ જીવ ગુમાવ્યા  હતા. તે લોકોને શોધવા માટે ઓછામાં ઓછા 200 લોકો, સાત હેલિકોપ્ટર અને હિમ સ્વાનનો સહારો લઇ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ચાર લોકો ઘાયલ મળી આવ્યા હતા. અહેવાલ મુજબ, અન્ય છ લોકો પાછળથી મળી આવ્યા હતા.

(7:47 pm IST)