Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

300થી વધુ પ્રવાસીઓને લઈને જઈ રહેલા રશિયાની ફ્લાઈટમાં આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: ફુકેતથી મૉસ્કો જઈ રહેલી રશિયાની અજૂર એર ફ્લાઈટના ટેકઓફ દરમિયાન એન્જીન અને ટાયરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. વિમાનમાં લાગેલી આગની જાણ થતાં જ ફુકેત વિમાની મથકના અધિકારીઓએ તુરંત પાયલોટને જાણ કરી વિમાનને ટેકઓફ કરવાની મનાઈ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ બોઈંગ 767-300ER ફ્લાઈટમાં 300થી વધુ મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. જોકે પાયલટની સમજદારીના કારણે તમામ લોકો સુરક્ષિત છે. આ ફ્લાઈટને ખાલી કરાવાયા બાદ તમામ મુસાફરોને અન્ય ફ્લાઈટમાં જવા સલાહ અપાઈ હતી. અહેવાલો મુજબ ફ્લાઈટના ટેકઓફ દરમિયાન જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન વિમાન લેન્ડ કરાયું ત્યારે લેન્ડિંગ ગેરમાં પણ આગ લાગી ગઈ અને વિમાનની જમણી બાજુ આગની લપેટમાં આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયર વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, વિમાનની જમણી બાજુના બ્લેડમાં ધુમાળાની સાથે આગ જોવા મળી રહી છે.

(7:00 pm IST)