News of Tuesday, 6th February 2018

તાઈવાનમાં ઉડાન ભર્યા બાદ સૈન્ય હેલીકૉપટર અચાનક ગૂમ

નવી દિલ્હી: પૂર્વી તાઇવાનના ઓરક્રીડીયાજ દ્વીપથી ઉડાન ભર્યા બાદ એક સૈન્ય હેલીકૉપટર અચાનક ગમ થઇ ગયું જેમાં અંદાજે 6 લોકો સવાર હતા.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકા નિર્મિત 'બ્લેક હોક'નામનું હેલીકૉપટર તાત્કાલિત ઉડાન ભર્યા બાદ અચાનક પ્રશાંત મહાસાગરમાં દુર્ઘટનાનો શિકાર બન્યું અને અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો હજુ સુધી તેની કોઈ શોધખોળ થઇ નથી.

(6:42 pm IST)
  • રોજ એક સિગારેટ પીવાથી પણ તમારા હૃદયને ભારે નુકશાન થઈ શકે છેઃ ધુમ્રપાન કરનારાઓ ચેતજો : અભ્યાસ અનુસાર જો કોઈ વ્યકિત દિવસમાં એક જ સિગારેટ પીતી હોય તો પણ તેને ધુમ્રપાન નહીં કરનાર વ્યકિતની તુલનાએ હૃદયરોગ થવાની આશંકા વધી જાય છે access_time 11:37 am IST

  • રાજકોટના ઘંટેશ્વર પાસે, જામનગરના બે શખ્શો વચ્ચે થઈ રહેલ મારામારી દરમ્યાન થયું જાહેરમાં ફાયરીંગ : થોડા દિવસો પૂર્વેજ જેલમાંથી છુટેલા જામનગરના ઇકબાલ ઉર્ફે બાઠીયા પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાના બિનસત્તાવાર મળી રહેલા અહેવાલ : આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહેલ છે. access_time 10:58 pm IST

  • આજથી ત્રણ દિવસની સાઉદી અરેબીયાની યાત્રાએ જવા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ રવાના થયા છે access_time 5:33 pm IST