News of Tuesday, 6th February 2018

ઈરાક સદ્દામ હુસેનની મોટી પુત્રી ૬૦ વોન્ટેડના લીસ્ટમાં

અહેવાલ અનુસાર, ઇરાક સરકારે આઈએસ, અલકાયદા અને બાથ પાર્ટી સાથે સંબંધ હોવાની શંકાના દાયરામાં તૈયાર કરેલ વોન્ટેડ ૬૦ લોકોની યાદીમાં પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસેનની મોટી પુત્રી રગદ હુસેનનો પણ સમાવેશ કરાયો :  રગદ જુલાઈ ૨૦૦૩થી પોતાની બહેન અને બાળકો સાથે જોર્ડનમાં રહે છે : રગદ ઉપર હિંસાના સમર્થનનો આરોપ છે

(3:45 pm IST)
  • સુરેન્દ્રનગરની અરેરાટી ફેલાવતી ઘટના : અહીના કૃષ્ણનગર હાઉઝીંગ સોસાયટીમાં રેહતો છ વર્ષનો ભદ્ર પરમાર નામનો છોકરો છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતો. આજે આ ભદ્રના પોતાનાજ ઘરમાંથી એક શુટકેસમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી ફેલાય જવા પામી છે. ભદ્રની સાવકી માંએજ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા સેવાય હરી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 12:44 am IST

  • નાગાલેન્ડમાં ચુંટણી પહેલાં હિંસાઃ ઉમેદવારના કુટુંબીની ૬ મોટર સળગાવીઃ કોહિમાઃ નાગાલેન્ડના વોખા શહેરમાં ચુંટણી પહેલાની હિંસામાં કાલે રાત્રે ટોળામાં સામેલ લોકોએ વોખા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડનારા મહત્વકાંક્ષી ઉમેદવાર વાય. એમ. હમત્સોના કૌટુંબિક સભ્યોની સંપતિને નુકશાન પહોંચાડ્યુ અને ૬ કારને આગ ચાંપી દીધી હતી. access_time 11:37 am IST

  • ગોંડલ સફાઇ કર્મચારીઓની હડતાળ યથાવતઃ ૧૯૫ કર્મચારીઓને નોટીસ :મંડળી કોન્ટ્રાકટના કર્મચારીઓને રૂપિયા ૩૦૬ લેખે રોજ મળી રહ્યું છે તો પાલિકા ડાયરેકટ શું કામ ના આપી શકે? access_time 4:00 pm IST