Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જપાનની ટ્રેનમાં હરણના અવાજો કાઢતાં અને ડોગના ભસવાનાં સ્પીકર બેસાડાયાં

અકસ્માત ટાળવા નવતર પ્રયોગ

ટોકીયો તા. ૬ : સૌ જાણે છે કે જપાનની ટ્રેનોએક મિનિટ પણ મોડી નથી પડતી. જો કે જપાનનના રેલ્વે ટ્રેક પર કુતરા અને હરણના એકસિડન્ટ્સના બનાવો પણ ખૂબ બનેછે. આવા અકસ્માતો ઘટાડવા માટે તાજેતેરમાં રેલ્વે ટેકનિકલ રિસર્ચ ઇન્સ્ટિટયુટે ખાસ પ્રકારના અવાજો કરતાં સ્પીકર્સ ટ્રેનમાં ફિટ કર્યા છે.એમાં ત્રણ સેકન્ડ માટે હરણના હુંકાટા અને વીસ સેકન્ડ માટે ડોંગના ભસવાના અવાજો નીકળતા હતા. ચોકકસ સમયાંતરે આ પ્રકારના અવાજો ટ્રેનના હોર્નમાં વાગવાથી ટ્રેકની આસપાસ ફરતા હરણ અને શ્વાનો ત્યાંથી હટી જાય છે. અને એકિસડન્ટ ટાળી શકાય છે.

જો કે આપણને સવાલ એ થાય કે શરમાળ ગણાતા હરણ રેલવે લાઇન સુધી કેમ ખેંચાઇ આવતા હશે? તો આ માટે જાપાનના નિષ્ણતોનું માનવું છે કે આજકાલ હરણની ડાયટમાં આર્યનની કમી રહેતી હોવાથી લોખંડના ટ્રેક ચાટવા માટે ખેંચાઇ આવતા હશે. આ પહેલા રિસર્ચરોએ હરણ ટ્રેક સુધી ન આવે એ માટે હજારો ટન સિંહની પોટી રેલવે ટ્રેકની આસપાસ લગાડવાનો પ્રયોગ કર્યો હતો, પરંતુ એક વરસાદમાં બધું ધોવાઇ જતા પહેલાની જેમ હરણના એકસિડન્ટ્સ થઇ ગયા હતા જો કે હરણ અને કુતરાના અવાજોના હોર્ન સાંભળીને હરણ દુરથી જ સતેજ થઇ જાય છેે.

(3:37 pm IST)