Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બાળકને ઓબેસિટીથી બચાવવું હોય તો ધીમે-ધીમે ચાવતાં શીખવો

ધીમે-ધીમે ચાવવાથી વજન કાબૂમાં રહે છે એવાત ભારતીય શાસ્ત્રોમાં અનેકવાર કહેવાઇ છે, આ આદત બાળકોમં પણ એટલીજ  અસરકારક છે એવું તાજેતરમાં થયેલા અભ્યાસમાં કહેવાું છે. સામાન્ય રીતે બાળકો કાં તો ટીવી જોતાં-જોતાં ખાય છે કાં પછી ઝટપટ ખાવાનું પુરૃં કરીને રમવામાં રમમાણ થઇ જાય છે. આ બન્નેને કારણે ઓવરઇટીંગ થઇ જાય છે. બાળકો ઉતાવળે કોળિયા ઉતારવા લાગે તો તેમનું વજન વધવાનું જોખમ વધી જાય છે. એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસકર્તાઓનું કહેવું છે. ઝટપટ કોળિયા પેટમાં પધરાવતાં બાળકો ખોરાક બરાબર ચાવતાં નથી અને એને કારણે તેમનું વજન વધે છે. પ્રત્યેક કોળિયા વચ્ચે ૩૦ સેકન્ડનો ગેપ હોય તો ખોરાક બરાબર ચવાય છે અને ચાવેલો ખોરાક જઠર સુધી પહોંચતાં સંપૃપ્તિનો અહેસાસ વહેલો થાય છે. ઝટપટ ચાવવાની આદતથી મોટેરાઓમાં લાંબા ગાળે આડઅસરો દેખાય છે, જયારે બાળકોમં એની વહેલી અસર જોવા મળે છે.

(11:46 am IST)