Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફ્યુઝન રીએક્ટર શરૂ થયું હોવાની માહિતી

નવી દિલ્હી:  જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ થયું છે. તેની શરૂઆત શુક્રવારે થઈ હતી. સમગ્ર વિશ્વમાં જેટલા પરમાણુ વીજ મથકો છે તે તમામ  પરમાણુ વિખંડન (ફિઝન) પર ચાલે છે જ્યારે આ ન્યુક્લિયર સંયોજન (ફ્યુઝન)માંથી ઊર્જા ઉત્પન્ન કરશે. એટલે કે તે બે અણુઓના કેન્દ્રકને પરસ્પર જોડે છે જ્યારે ફિઝનમાં કેન્દ્રકને અલગ કરવામાં આવે છે. આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જેટી-૬૦એસએ છે. તે મોટા પાયે, સલામત અને કાર્બન મુક્ત ઊર્જા પેદા કરવા માટે રચાયેલ છે. હાલ તેને એક પ્રયોગ તરીકે ચાલુ કરાયું છે, જે પછીથી લોકો અથવા દેશની જરૂરિયાત અનુસાર મોટા પાયે સ્થાપવામાં આવશે. જો પરમાણુ ફ્યુઝનથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય  તો તે ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પદ્ધતિ સાબિત થશે. આ ઈમારત છ માળની છે. તેમાં મુખ્યત્વે ડોનટ આકારનું પાત્ર હોય છે. તેને ટોકામાક કહેવામાં આવે છે. પ્લાઝમા તેની અંદર ઝડપથી ફરે છે. આ પ્લાઝમાનું તાપમાન ૨ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ રિએક્ટર યુરોપિયન યુનિયન અને જાપાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. ફ્રાન્સ તેનાથી પણ વધુ શક્તિશાળી પરમાણુ વીજ મથક પણ બનાવી રહ્યું છે. તેને ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરીમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) કહેવામાં આવે છે. બંને પ્રોજેક્ટનો હેતુ એક જ છે કે હાઈડ્રોજનના કેન્દ્રકનું હીલિયમ જેવા ભારે એલિમેન્ટ સાથે ફ્યુઝન કરવામાં આવે.

 

(6:14 pm IST)