Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આયર્લેન્ડમાં રહેતા આ કર્મચારીને કંપનીમાંથી કામ કર્યા વગર મળે છે પૈસા

નવી દિલ્હી: જો તમે કોઈ કંપનીમાં કામ કરો તો જ કંપની તમને પગાર આપે છે પરંતુ એક કંપની એવી પણ છે જે પોતાના એક કર્મચારીને કામ કર્યા વિના પગાર આપી રહી છે. આયર્લેન્ડના એક કર્મચારી એવા છે જેઓ એક કંપનીમાં કામ કર્યા વિના કરોડો રૂપિયાનો પગાર મેળવી રહ્યા છે. કર્મચારી ડ્યુટી ટાઈમ દરમિયાન ઓફિસમાં કોઈ કામ કરતા નથી, તેમ છતાં કંપની તેમને કરોડો રૂપિયાનો પગાર આપે છે. આ કર્મચારી અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. આયર્લેન્ડના રહેવાસી ડરમોટ એલેસ્ટર મિલ્સ ખૂબ કંટાળી ગયા છે કારણ કે તેમને માત્ર ન્યુઝ પેપર વાંચવા, સેન્ડવિચ ખાવા અને ફરવા માટે કંપની દર વર્ષે કરોડો રૂપિયાનો પગાર ચૂકવે છે. આ કર્મચારી હવે એટલી હદે કંટાળી ગયા છે કે તેઓ કંપનીના માલિક વિરુદ્ધ કોર્ટ પહોંચી ગયા છે.  કર્મચારીએ કોર્ટને જણાવ્યુ કે મને કંઈ જ કામ ન કરવા માટે પગાર મળે છે. તેમણે વર્ષ 2014માં કંપનીના આર્થિક મુદ્દા સાથે જોડાયેલી ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને કરી દીધી હતી. જે બાદથી તેમની પાસેથી કામ છીનવી લેવાયુ. જોકે નોકરીમાંથી તેમને કાઢી મૂકાયા નહીં, હવે તેઓ નોકરી પર આવીને માત્ર ન્યુઝ પેપર વાંચે છે, જમે છે અને અમુક ટાઈમ સુધી ફરે છે.  

(7:11 pm IST)