Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કતારમાં એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું:700 થી વધુ ઉંટએ ભાગ લીધો

નવી દિલ્હી: કતારમાં ફિફા વર્લ્ડ કપ જ નહીં પરંતુ વધુ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ જેણે મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિક કર્યા છે. અહીં ઊંટની અનોખી બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ. આ સ્પર્ધામાં વિશ્વના સૌથી સુંદર ઊંટને વિજેતા પસંદ કરવામાં આવ્યા. આ સ્પર્ધા અમુક દિવસો સુધી ચાલી અને આખરે વિજેતાની જાહેરાત થતા તે પૂર્ણ થઈ. આ સ્પર્ધામાં 700થી વધારે ઊંટોએ ભાગ લીધો. કતાર કેમલ જાએન ક્લબના અધ્યક્ષ હમાદ જબેર અલ અથબા અનુસાર આ આઈડિયા બિલકુલ વર્લ્ડ કપ જેવો જ છે. અહીં ઊંટોનું બ્યુટી વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવ્યુ છે. આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન આયોજન કરનારી ટીમ એ વાતનો ખ્યાલ રાખે છે કે કોઈ પણ વ્યક્તિ આમાં અપ્રમાણિકતા કરી ના શકે.

આ કાર્યક્રમ સમગ્ર મધ્ય પૂર્વમાં નિયમિતરીતે આયોજિત કરવામાં આવે છે જ્યાં પેઢીઓથી લોકોનો ઊંટો સાથે જોડાણ રહ્યુ છે. આ ઈવેન્ટમાં સૌથી વધારે દૂધ આપનારા ઊંટની પણ પસંદગી થાય છે અને તેને ઈનામ આપવામાં આવે છે. 

(7:10 pm IST)