Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રશિયાની સૌથી ખતરનાક પરમાણુ સબમરીન ગાયબ થતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો અંત આવતો દેખાતો નથી. રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે અને હવે તેમાં પણ રશિયાની સૌથી શક્તિશાળી ન્યુક્લિયર સબમરિન બેલગોરોડ અચાનક જ ગાયબ થઈ ગઈ છે. નાટો દેશો પણ આ ઘટના બાદ ચોંકી ઉઠ્યા છે અને નાટોએ આ બાબતે ચેતવણી આપી છે. નાટોનુ માનવુ છે કે, આ સબમરિન અત્યારે કારા સમુદ્રની સપાટી નીચે ક્યાંક છે અને તેના પરથીર પોસાઈડન નામના અન્ડર વોટર ડ્રોનનુ પરિક્ષણ કરવામાં આવી શકે છે. નાટોની વોર્નિગં ઈટાલીના મીડિયામાં લીક થઈ ગઈ છે. પોસાઈડન ડ્રોન પાણીની અંદર કિલોમીટરો સુધી યાત્રા કરી શકે છે અને તે પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. આનુ પરિક્ષણ કરીને પુતિન ફરી પશ્ચિમના દેશોને ડરાવવા માંગે છે તેવુ પશ્ચિમના જાણકારોનુ કહેવુ છે. તાજેતરમાં પુતિને દરિયામાંથી પસાર થતી નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઈપલાઈન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં પણ આ સબમરિન સામેલ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે હજી સુધી આ બાબતને સમર્થન મળ્યુ નથી.

(7:26 pm IST)