Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ઓએમજી.....53 વર્ષ પહેલા ફૂટબોલ મેચના લીધે આ બે દેશ વચ્ચે થયેલ યુદ્ધમાં એકજ કલાકમાં 2હજાર લોકો મોતને ભેટ્યા હતા

નવી દિલ્હી: તાજેતરમાં ઇન્ડોનેશિયામાં રમાયેલી એક ફૂટબોલ મેચ 200 લોકોના મોતનું કારણ બની છે. હાર-જીતની લાગણી અને ઉશ્કેરાટના કારણે સ્ટેડિયમમાં વાતાવરણ તંગ બની જાય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે એક ફૂટબોલ મેચના કારણે બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું હતું. જેને ફૂટબોલ વોર કે સોસર વોર તરીકે જાણીતું છે. લેટિન અમેરિકી દેશ હોન્ડુરાસ અને સાલ્વાડોર વચ્ચે ૧૯૬૯માં ફિફા વિશ્વકપની કવોલિફાઇ ટુર્નામેન્ટમાં મુકાબલો હતો. આ કવોલિફાઇ મેચ જીતે એ દેશને મેકસિકો ખાતે ૧૯૭૦માં યોજાનારા વિશ્વકપમાં ભાગ લેવાની તક મળવાની હતી.  ક્વોલિફાઇ રાઉન્ડની પ્રથમ મેચ ૧૯ જુન ૧૯૬૯ના રોજ હોન્ડુરાસની રાજધાની ટેગુસિગલ્પામાં યોજાઇ હતી.હોન્ડુરાસમાં રહેતા સાલ્વાડોર મૂળના લોકો મેચ દરમિયાન સાલ્વાડોરની ફેવર કરી બૂમબરાડા પાડતા હતા. તેઓ લોકલ ફૂટબોલ પ્રેમીઓને પરેશાન કરતા હતા. સાલ્વાડોરના ખેલાડીઓ જે હોટલમાં ઉતર્યા ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તણાવ અને તંગદિલીભર્યા માહોલમાં હોન્ડુરાસે મેચ ૧-૦ થી જીતી લીધી હતી.

(7:25 pm IST)