Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ડાયાબિટસના દર્દીઓને રહે છે વધારે ભય: વૈજ્ઞાનિકોનું સંશોધન

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ડાયાબીટિસ (Diabetes)ના લાખો દર્દીઓનો વધારો થવાની પુરી સંભાવના છે એવુ મહત્વપુર્ણ અવલોકન ગોત્રી જીએમઇઆરએસ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ કર્યુ છે. કોરોના વાયરસ કોવિડ-19એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસને ખતમ કરવા માટે સમગ્ર માનવજાત કામે લાગી છે પરંતુ આ વાયરસ ખતમ થયા પછી પણ તેની અસરો ખૂબ લાંબા સમય સુધી જોવા મળશે.

              ડો. મિસ્ત્રી કહે છે કે 'એક વાત તો હવે જાણીતી થઇ ગઇ છે કે Diabetesના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને કોરોનાનું સંક્રણ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં 14.5 ટકા દર્દીઓ Diabetesના હતા. વળી ડાયાબીટિક દર્દી હોય અને કોરોના થયો હોય તેવા દર્દીઓમાં મૃત્યુ દર પણ 7.3ટકા જેટલો ઊંચો નોંધાયો છે જે અન્ય દર્દીઓમાં સરેરાશ પાંચ ટકા છે'.

(5:58 pm IST)