Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઇનલેન્ડમાં રહેનાર આ 19 વર્ષીય વિદ્યાર્થિનીએ જીતી 1800 કરોડની લોટરી:રાતોરાત થઇ ગઈ માલામાલ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં રહેનારી 19 વર્ષીય એક વિદ્યાર્થિની જિંદગી પૂરી રીતે પલટવાની કગાર પર હતી, પરંતુ એક નાનકડી ભૂલના કારણે તેને ભારે નુકસાની ઉઠાવવી પડી છે. આ વિદ્યાર્થિનીએ 182 મિલિયન પાઉન્ડ એટલે કે 1800 કરોડના જેકપોટ જીતી જ લીધો હતો, પરંતુ આ વિદ્યાર્થિની સાથે એક અણબનાવ બની ગયો. બ્રાઇટન યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલી રેચલ કેનેડી દર અઠવાડિયે એક જ નંબર્સ પર રમતી હતી અને આ અઠવાડિયે તેના નંબર પર જેકપોટ લાગ્યો હતો.

          હર્ટફોર્ડશાયરમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલી રેચલ કેનેડી દર અઠવાડિયે જે નંબર રમતી હતી તેના પર આ વખતે જેકપોટ લાગ્યો હતો. હાર્ટફોર્ડશાયરમાં રહેનારી રેચલ કેનેડીએ કહ્યું હતું કે તેને જ્યારે એમ જાણવા મળ્યું કે તે ખુશી ખુશીમાં ઝઝૂમી રહી હતી, પરંતુ જલદી જ આ ખુશીને જાણે કે પાંખ આવી ગઈ, કેમકે રેચલે આ વખતે ટિકિટ ખરીદી નહોતી. રેચલે કહ્યું હતું કે, તે પોતાની યુનિવર્સિટીના કામને લઈને ખૂબ બીઝી હતી અને આજ કારણ છે કે તેના મનમાં વિકલી લોટરી ટિકિટ ખરીદવાનો વિચાર નીકળી ગયો હતો. રેચલના બોયફ્રેન્ડ લિયામે ટ્વીટ પર આ ઘટનાની જાણકારી શેર કરી છે.

(6:32 pm IST)