Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી નાના બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ બાળકોમાં કોવિડ-19ના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવાર રાત સુધી દેશમાં સંક્રમણના 16,055 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડીસીઝ (NICD) ના ડૉ. વસીલા જસતે કહ્યું, 'અમે જોયું છે કે અગાઉ બાળકો કોવિડ રોગચાળાથી એટલા પ્રભાવિત નહોતા થયા, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પાડી.'તેમણે આગળ કહ્યું, 'રોગચાળાની ત્રીજી લહેરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 15 થી 19 વર્ષની વય જૂથના કિશોરોને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.'જસતે કહ્યું, 'હવે ચોથી લહેરની શરૂઆતમાં, તમામ વય જૂથોમાં કેસ ઝડપથી વધ્યા છે પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસ વધ્યા છે. જો કે, બાળકોમાં સંક્રમણના કેસ હજુ પણ સૌથી ઓછા છે. સૌથી વધુ કેસ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છે અને ત્યારબાદ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધી રહ્યા છે, જયારે પહેલા આવું ન હતું.'

(6:16 pm IST)