Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

પત્‍નીની પરમિશનથી પાકિસ્‍તાની માણસે કર્યા પાંચમા લગ્ન

ફેમિલીમાં છે ૬૨ જણાનો બહોળો પરિવાર

ઇસ્‍લામાબાદ,તા. ૪ : કહેવાય છે કે જિંદગીમાં સાચો પ્રેમ ખૂબ જ મુશ્‍કેલથી મળે છે પરંતુ પાકિસ્‍તાનમાં એક ૫૬ વર્ષીય વ્‍યક્‍તિ એવો છે કે જેને એક કે, બે વખત નહીં પરંતુ ૫ વખત સાચો પ્રેમ મળ્‍યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વ્‍યક્‍તિની ૧૦ છોકરીઓ છે અને એક છોકરો પણ છે. આ રીતે ૪૦ પૌત્ર-પૌત્રીઓ સહિત કુલ ૬૨ સભ્‍યો ધરાવતો આ પરિવાર સુખેથી જીવન વિતાવી રહ્યો છે.
એક યુટ્‍યુબરના માધ્‍યમથી જ પાકિસ્‍તાનમાં રહેતો આ વ્‍યક્‍તિ અને તેની સ્‍ટોરી વિશે લોકોને ખબર પડી. આ વ્‍યક્‍તિએ થોડા સમય પહેલાં જ પાંચમા લગ્ન કર્યા હતા. બીજી તરફ આ લગ્ન પાછળનું કારણ તેમની દીકરીઓની એકલતા બતાવવામાં આવી રહી છે. પાકિસ્‍તાનના રહેવાસી આ ૫૬ વર્ષીય વ્‍યક્‍તિનું નામ શૌકત છે.
શૌકતે જણાવ્‍યું છે કે, કેવી રીતે તેમની બે અવિવાહિત દીકરીઓએ ભાર મૂકીને કહ્યું કે, તેઓ છેલ્લી વખત લગ્ન કરી લેવો અને સારી રીતે પોતાનું ઘર વસાવો. કુલ ૧૧ બાળકોના પિતા શૌકત પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે અને તેઓ હવે પોતાના ૫માં લગ્ન પર ફોકસ કરી રહ્યા છે. શૌકતના કુલ ૧૧ બાળકોમાંથી ૯ બાળકોના લગ્ન થઈ ચૂક્‍યા છે અને બે દીકરીઓના લગ્ન બાકી છે. આમ પરિવારમાં ૪૦ પૌત્રો, ૧૧ બાળકો, પુત્રવધૂ, જમાઈ સહિત કુલ ૬૨ સભ્‍યો છે.

 

(11:08 am IST)