Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી પર તાલિબાને મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં અફીણમાંથી બનેલ હેરોઈન આખી દુનિયામાં સપ્લાય થાય છે. જેથી અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ખેડૂતો અને દૈનિક વેતન કામદારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, જેઓ તેના દ્વારા દર મહિને સરેરાશ 300 ડૉલર કમાય છે. હવે વિશ્વના સૌથી મોટા અફીણ ઉત્પાદક અફઘાનિસ્તાનમાં તાલિબાને નશીલા પદાર્થોની ખેતી પર પ્રતિબંધ મુકી દીધો છે. તાલિબાની સરકાર દ્વારા આ આદેશ એવા સમયે જારી કરવામાં આવ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ખેડૂતોએ લાલ ફૂલોની લણણી શરૂ કરી છે. આજ લાલ ફુલોમાંથી હેરોઈન બનાવવા માટે વાપરવામાં આવતી અફીણ મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, તાલિબાને રવિવારે અફીણની ખેતી પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જ્યારે સમગ્ર દેશમાં ખેડૂતોએ લાલ ફૂલની લણણી શરૂ કરી દીધી છે જેમાંથી અફીણનો ઉપયોગ હેરોઈન બનાવવા માટે થાય છે. તાલિબાન દ્વારા જારી કરાયેલા આદેશમાં ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તેઓ લણણી કરવાનું ચાલુ રાખશે તો તેમના પાકને સળગાવી દેવામાં આવશે. આ સાથે ખેડુતને જેલની સજા થઈ શકે છે. આ પ્રતિબંધ 1990ના દાયકામાં અગાઉના તાલિબાન શાસનની યાદ અપાવે છે, જ્યારે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ગેરકાયદેસર હતી. ત્યારબાદ તાલિબાને આ પ્રતિબંધને બે વર્ષમાં દેશભરમાં લાગુ કરી દીધો.

 

(7:49 pm IST)