Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ઓએમજી......અહીં માત્ર 85 રૂપિયામાં વેચાઈ રહ્યું છે ઘર


નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે અનેક દેશોમાં લોકોના કામ બગડી ગયા છે. સમગ્ર દુનિયામાં હજારો-લાખો લોકો એવા હતા, જેમને ઘણુ નુકસાન થયુ. મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના સિટીમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. સમગ્ર દુનિયાના અનેક દેશોમાં મકાનની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. આ કારણ છે કે અડધા ભાવમાં ફ્લેટ અને ઘર વેચવા તૈયાર છે. હાલ, ઈટલીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણ્યા બાદ તમે ચોંકી ઉઠશો. કેટલાક દેશોમાં જૂના ઘરને વેચવા માટે સ્થાનિક વહીવટીતંત્ર કેટલીક શરત સાથે એક ડોલર કે એક યુરોમાં સ્કીમ લાવ્યા. બ્રિટનના રહેવાસી ઓસ્ટ્રેલિયાઈ વ્યક્તિ, જેમણે ઈટલી સ્થિત સિસિલીના મુસોમેલીમાં માત્ર એક યુરોમાં નાનુ ઘર ખરીદ્યુ હતુ. આ સ્થળ પર વસવા માટે ખરીદદાર લોકો તૂટી પડ્યા. જોકે શખ્સને હવે આ જગ્યા છોડવી પડી રહી છે. કેમ કે શરત અનુસાર તેને તે જૂના ઘરને ત્રણ વર્ષની અંદર રીનોવેટ કરવાનુ હતુ પરંતુ શખ્સને લાંબા સમયથી રીનોવેટ માટે લેબર મળ્યા નહીં. ડૈની મૈક્કુબિને સિસિલીના કૈલ્ટાનિસેટા પ્રાંત સ્થિત મુસોમેલીમાં હાજર કસ્બામાં એક ઘર ખરીદ્યુ. દાવો કરવામાં આવ્યો કે મુસોમેલીની સ્થાપના 14મી શતાબ્દીમાં મૈનફ્રેડો તૃતીય ચિયારામોંટે દ્વારા મૈનફ્રેડી નામથી કરવામાં આવી હતી. વર્તમાનમાં વિદેશીઓએ આ સ્થળ પર વસવા માટે 'Case 1 Euro' પ્રોજેક્ટની શરૂઆત કરી. આ પ્રોજેક્ટ હેઠળ મૈક્કુબિને અહીં એક યુરોમાં ઘર ખરીદ્યુ.

 

 

(7:48 pm IST)