Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જાપાનમાં જોવા મળ્યો એક અલગ પ્રકારનો કીડો:કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: દુનિયામાં ઘણા પ્રકારના જીવજંતુ જોવા મળે છે. તેમાનાં કેટલાક દુર્લભ હોય છે. આજે અમે તમને એક એવા જ જીવ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. ઘણા લોકોને પ્રાણીઓ પાળવાના શોખ હોય છે. આ માટે ઘણા રૂપિયા પણ ખર્ચે છે. પરંતુ શું તમે એવા કોઈ કીડા વિશે જાણો છો, જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે.
તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહીં આવે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. આ ધરતી પર એક એવો દુર્લભ જીવ છે, જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી કાઢે છે. આ દુર્લભ કીડાની કિંમત એટલી બધી છે કે, તમે આ કિંમતમાં એક આલીશાન ઘર ખરીદી શકો. એકબાજુ જ્યાં લોકો જીવજંતુને નફરત કરે છે, ત્યાં બીજીબાજુ આ જીવને ખરીદવા માટે હોડ મચી જાય છે. ચાલો જાણીએ આ દુર્લભ કીડા વિશે જેને ખરીદવા લોકો લાખો રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાય છે. આ કીડાને લોકો ખરીદવા માગે છે, કારણકે તે માણસને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. દુનિયાનો આ ખૂબ જ કિંમતી કીડો સ્ટૈગ બીટલના નામથી ઓળખાય છે. આ દુર્લભ કીડાનો આકાર બેથી ત્રણ ઈંચ હોય છે. માનવામાં આવે છે કે સ્ટૈગ બીટલનો સમાવેશ ધરતી પરનાં સૌથી નાના, અજીબ અને દુર્લભ પ્રજાતિમાં થાય છે. કદાચ જ કોઈ માણસ આ કીડાને ખરીદવા માટે 50 રૂપિયા પણ ખર્ચ કરે. પરંતુ લોકો તેને ખરીદવા માટે 1 કરોડ રૂપિયા પણ આપવા તૈયાર છે. સ્ટૈગ બીટલ લુકાનિડે પ્રજાતિનો કીડો છે. આ કીડો દુર્લભ હોવાનું કારણ તે ખૂબ જ મોંઘો વેચાય છે.

 

 

(7:46 pm IST)