Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પેરુમાં માંદગીને લીધે વર્ષોથી પરેશાન આ મહિલાએ કરી ઈચ્છા મૃત્યુની માંગ

નવી દિલ્હી: પેરુમાં માંદગીને લીધે વર્ષોથી પથારીગ્રસ્ત હતી એસ્ટ્રાડા. એસ્ટ્રાડાએ અસાધ્ય રોગના કિસ્સામાં ઈચ્છામૃત્યુના (euthanasia) કેસમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. અહીં ઈચ્છામૃત્યુ (euthanasia) ગેરકાયદેસર હોવા છતાં, સરકારે આ ચુકાદા સામે અપીલ નહીં કરવા જણાવ્યું છે.

          પેરુમાં 44 વર્ષની એસ્ટ્રાડા પોલિમિઓસિટીસ રોગથી પીડાય છે. તેને ત્રણ દાયકાથી વધુ સમયથી આ અસાધ્ય રોગ છે. આ રોગ ધીમે ધીમે તેના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. આ મહિલાને શ્વાસ લેવા માટે પણ મશીનનો સહારો લેવો પડે છે. તેને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી, અને તેને તેના પક્ષમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. ચૂકાદાના વિજય બાદ તેણે કહ્યું હતું કે ‘હું ખુશ છું. આ અલબત્ત મારો કેસ હતો, પરંતુ આશા છે કે તે એક ઉદાહરણ હશે. તે માત્ર મારી જ નહીં પરંતુ પેરુના કાયદા અને ન્યાયની જીત છે. ‘

(4:49 pm IST)