Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મ્યાંમારમાં એક દિવસમાં 30 પ્રદર્શનકારીઓને મૃત્યુ નિપજતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા

નવી દિલ્હી: મ્યાનમારમાં બુધવારે એક દિવસમાં 38 પ્રદર્શનકારીઓનાં મોત બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. દેશના સૌથી મોટા શહેર યંગૂનમાં પ્રદર્શનકારીઓએ કાંટાળા તારો અને ટાયરોથી બેરિકેડ્સ બનાવ્યા છે. અહીંથી આવી રહેલા સમાચારો મુજબ પોલીસે પ્રદર્શનકારીઓને હઠાવવા ટીયરગેસ અને ગોળીઓ વરસાવી છે. જોકે, હજી સુધી મૃત્યુના કોઈ સમાચાર નથી.

          યંગૂન ઉપરાંત મુખ્ય શહેર મોન્યાવામાં પણ પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી છે.

મીડિયા અહેવાલો મુજબ યંગૂનના પશ્ચિમમાં આવેલા પાથેન શહેરમાં પણ પોલીસે ગોળીબાર કર્યો છે.

સામાજિક કાર્યકર માઉંગ શાઉંગકાએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે, "અમને ખબર છે કે અમને ગોળી વાગી શકે છે અને મરી પણ શકીએ છીએ પણ એનો અર્થ એ નથી કે અમે સેનાનું શાસન સ્વીકારી લઈએ."

(4:49 pm IST)