Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વિશ્વમાં ગરમી બે ડિગ્રી સેલ્સિયસ વધી

લંડન તા.૩: વિશ્વમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને એના કારણે હાલમાં અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં જેવી આગ ફાટી નીકળી છે એવી વિશ્વના બીજા જંગલના વિસ્તારોમાં લાગે એવી આગાહી સાયન્ટિસ્ટોએ કરી છે. આનું કારણ આપતાં યુનાઇટેડ કિંગડમ અને ચીનની વિવિધ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ગરમીનું પ્રમાણ વધવાથી સૂકા પ્રદેશોનું નિર્માણ થઇ રહ્યું છે. ભૂમધ્ય પ્રદેશ, સધર્ન આફ્રિકા, ઓસ્ટ્રેલિયાના પૂર્વના વિસ્તારોમાં આ ખતરો વધી રહ્યો છે અને એથી આ વિસ્તારોમાં કેલિફોર્નિયા જેવી આગ લાગવાની શકયતા વધારે છે. આવા વિસ્તારોમાં ખેતી થઇ શકે એમ નથી અને એથી બાયોડાઇવર્સિટીને પણ અસર થાય છે.

(12:35 pm IST)