Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

એકલા શોપિંગ કરવા ગયેલ મહિલાને તાલિબાનીઓએ ફટકારી આકરી સજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જાહેરમાં એક મહિલાને કોરડા ફટકાર્યા હતા. મહિલાનો ગુનો માત્ર એટલો જ હતો કે તે કોઈ પુરુષને સાથે લીધા વીના શોપિંગ કરવા ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જમીન પર બેઠી છે અને એક પુરુષ તેને સતત કોરડા ફટકારી રહ્યો છે. આ ઘટના ક્યારે બની તે હજુ સ્પષ્ટ થયું નથી. માનવાધિકાર સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગ કરી છે કે તાલિબાન સરકારમાં થઈ રહેલી આવી ઘટનાઓની તપાસની માંગણી કરી છે. હિજાબ વગરની છોકરીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો, આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી દરરોજ આવા દર્દનાક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો જોવા મળે છે. આ પહેલા 29 નવેમ્બરના રોજ તાલિબાને બલ્ખ વિસ્તારમાં કેટલીક છોકરીઓને યુનિવર્સિટીમાં પ્રવેશતા અટકાવી હતી. કારણ કે તેણે પોતાનો ચહેરો બરાબર ઢાંક્યો ન હતો.

(5:48 pm IST)