Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોએ શોધી મહત્વની માહિતી

નવી દિલ્હી: મંગળ ગ્રહમાં વૈજ્ઞાનિકોનું હંમેશા ધ્યાન કેન્દ્રિત રહેતું હોય છે. હવે વૈજ્ઞાનિકોએ સંભવિત એસ્ટરોઇડના પતનથી બનેલો ખાડો શોધી કાઢ્યો છે. આ એસ્ટરોઇડ 3.4 અબજ વર્ષ પહેલાં લાલ ગ્રહ પર પડ્યો હતો, જેના કારણે 800 ફૂટ ઊંચી સુનામી આવી હતી. સંશોધન દર્શાવે છે કે, આ લઘુગ્રહની ટક્કર પૃથ્વી પરના ડાયનાસોરનો નાશ કરનાર જેટલી જ ખતરનાક હશે. મંગળ પર લગભગ 3.5 અબજથી 3 અબજ વર્ષ પહેલાં મહાસાગરો હતા. નાસાના જણાવ્યા અનુસાર, આ મહાસાગરોમાં ઘણા એસ્ટરોઇડ પડ્યા, જેના કારણે સુનામી જોવા મળી હશે. અગાઉના સંશોધનમાં મંગળના દરિયાકિનારે ઓછામાં ઓછી બે મોટી સુનામીની ઘટનાઓના પુરાવા મળ્યા છે. કાટમાળ પાણીમાંથી બહાર આવ્યો અને પછી ધીમે ધીમે પાણી સાથે સમુદ્રમાં ગયો. નાસા અનુસાર, પ્રથમ ઘટના 3.4 અબજ વર્ષ પહેલા અને બીજી ઘટના લગભગ 3 અબજ વર્ષ પહેલા બની હશે. આ તે સમય હતો જ્યારે મંગળ ગ્રહનો દરિયો સૂકવવા લાગ્યો હતો. 110 કિમી પહોળું ક્રેટર જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે તે સમયે દરિયાની સપાટી માત્ર 120 મીટર ઊંડી હતી. આ ખાડો પણ 3.4 અબજ વર્ષ જૂના ખડકોથી ઘેરાયેલો છે. પોલનું કદને જોતા, સંશોધકોનું માનવું છે કે આ એસ્ટરોઇડ 3-9 કિમી મોટો હોવો જોઈએ. તેના પતનથી 13 મિલિયન મેગાટન TNT ઉર્જા છૂટી હશે. તેની સરખામણીમાં, પૃથ્વી પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ વિસ્ફોટ થયો તે   ના બરાબર કહી શકાય, જે લગભગ 50 મેગાટન TNT ઊર્જા ધરાવતો હતો.

(5:45 pm IST)