Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અંતિમ સંસ્કારમાં ચોખાથી બનેલી વાઇન પીવાથી ૭ લોકોના મોત : ૧૩૦ હોસ્પિટલમાં એડમીટ

લંડન,તા. ૩: સમાચારોમાં કયારેક લઠ્ઠા કાંડની ખબરો સામે આવે છે કે અહીં દારૂ પીવાના કારણે આટલા લોકોના મોત થઈ ગયા અને ત્યારબાદ સરકાર કે તંત્ર હરકતમાં આવતું હોય છે. કમ્બોડિયાના એક ગ્રામીણ વિસ્તારમાં એવી જ એક ઘટના સામે આવી છે. અહીં અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં ચોખાથી બનેલી વાઈન પીવાના કારણે ૭ લોકોના મોત થઈ ગયા અને ૧૩૦ લોકોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે, આ ઘટના બાદ સરકાર તરફથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

કમ્બોડિયામાં ખરાબ ચોખામાંથી બનાવેલી વાઈન પીધા બાદ ૭ લોકોના મોત થઈ ગયા, તો એક રિપોર્ટ અનુસાર વાઈન પીવાથી બીમાર થયેલા ૧૩૦થી પણ વધારે લોકોને હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવ્યા છે. કમ્બોડિયાના સ્વાસ્થ્ય અધિકારીઓને વાઈનમાં કેટલાક ઝેરી પદાર્થ ભળેલા હોવાની શંકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધ્ય રાતની છે.

આ ઘટના કમ્બોડિયાના કંપોન્ગ છનાંગ પ્રાંતના એક અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં મોડી રાતે બની છે, જયાં ગ્રામજનોએ એક અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં વાઈન પીધી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'વાઇનમાં કેટલાક ઝેરીલા પદાર્થ હોવાના કારણે આ લોકોના મોત થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીમાર થયેલા લોકો સારા થઈ રહ્યા છે અને કેટલાક લોકોને તો હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તેમણે ૩ વિશેષજ્ઞોને આ ઘટનાની તપાસ કરવા, ઝેરીલી વાઈનના વેચાણ તથા તેનું સેવન બંધ કરાવવા માટે ગામડે મોકલ્યા છે. વર્ષ ૨૦૧૮મી એક એવી જ ઘટનામાં ક્રેટી રાજયમાં સામે આવી હતી, જેમાં૧૪ ગ્રામજનોના મોત થઈ ગયા હતા અને ૨૦૦થી વધારે લોકો બીમાર પડી ગયા હતા.

(9:34 am IST)